વેપાર@દેશ: એક અઠવાડિયામાં સોનાનો ભાવ 3,330 વધ્યો, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ
ચાંદીના દરોમાં રુ.14,000 પ્રતિ કિલોગ્રામનો વધારો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા એક સપ્તાહમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ રુ.3,330 જેટલો વધ્યો છે. રવિવાર, 28 સપ્ટેમ્બરના રોજ સોના અને ચાંદીના દરોમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી, તેમ છતાં ભાવો ઊંચા સ્તરે સ્થિર રહ્યા છે.રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ હવે રુ.1,15,630 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,06,000 પ્રતિ 10 ગ્રામ છે.

નવરાત્રિના કારણે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા સહિતના મોટા શહેરોમાં સોનાના દરોમાં સમાન ઉછાળો જોવા મળી રહ્યો છે.દિલ્હી, જયપુર, લખનઉ, ચંડીગઢમાં 24 કેરેટ સોનું રુ.1,15,630 પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોના નો ભાવ રુ.1,06,000 પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,15,480 પ્રતિ 10 ગ્રામ છે.22 કેરેટ સોનું રુ.1,05,850 પ્રતિ 10 ગ્રામ વેચાય છે

ભોપાલ, અમદાવાદમાં 24 કેરેટનો ભાવ રુ.1,15,530 પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,900 પ્રતિ 10 ગ્રામ છે. સોનાની જેમ ચાંદીના ભાવ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં ચાંદીના દરોમાં રુ.14,000 પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. રવિવાર, 28 સપ્ટેમ્બરના રોજ, ચાંદીનો ભાવ રુ.1,49,000 પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. સ્થાનિક બજારો, જેમ કે ઈન્દોરના સરાફા બજારમાં, એક જ દિવસમાં રુ.3,500 નો વધારો જોવા મળ્યો છે.