વેપાર@દેશ: ગણતરીના કલાકોમાં જ સોનાનાં ભાવમાં ભડકો, ચાંદીમાં પણ ઉછાળો, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ
ગઈ કાલે સવારે 109 રૂપિયા સસ્તું થયું અને ભાવ 65397 રૂપિયા પર પહોંચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. કાલે પણ કઈક એવી જ સ્થિતિ જોવા મળી કે સોનાના ભાવ ઘટ્યા અને પછી અચાનક વધી ગયા. બજારમાં ભાવ ગઈ કાલે સાંજ પડતા તો ભારે ઉછાળા મારતા જોવા મળ્યા. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં ગઈ કાલે સવારે 119 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે  અને ભાવ 71394 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે સાંજ પડતા સુધીમાં તો ભાવમાં 472 રૂપિયાનો વધારો થઈ ગયો અને ક્લોઝિંગ રેટ 71866 રૂપિયા પર પહોંચ્યો.

22 કેરેટ સોનું એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ પણ ગઈ કાલે સવારે 109 રૂપિયા સસ્તું થયું અને ભાવ 65397 રૂપિયા પર પહોંચ્યો. ત્યારબાદ સાંજ સુધીમાં ભાવ 432 રૂપિયા ઉછળ્યો અને ક્લોઝિંગ રેટ સીધો 65829 રૂપિયા પર પહોંચી ગયો. ચાંદી જોઈએ તો ચાંદીમાં પણ ગઈ કાલે સવારે ઓપનિંગ રેટમાં 292 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ 87555 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો પરંતુ સાંજે ક્લોઝિંગ રેટમાં 278 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ભાવ 87833 રૂપિયા પર પહોંચી ગયો.