વેપાર@દેશ: સોનાના ભાવમાં તેજી યથાવત, જાણો ચાંદીનો શું છે ભાવ?

 
ગોલ્ડ
ચાંદીના ભાવ હજુ તેના જૂના શિખરે પાછા નથી આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોનાના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં બજેટ આવતા પહેલા સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 81,300 રૂપિયાની આસપાસ છે. સોનાના ભાવમાં 250 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે 22 કેરેટ સોનાની કિંમત નવી છલાંગ લગાવવા માટે તૈયાર છે. 22 કેરેટ સોનું રૂ.75,000ની નજીક પહોંચી ગયું છે.

દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 75,000 થી રૂ. 74,600ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 22 કેરેટ સોનાની કિંમતમાં વધારો કે ઘટાડો થવાની અસર સીધી ખરીદદારો પર પડશે. જ્યારે સોનું સસ્તું થાય છે ત્યારે સોનાના દાગીનાની કિંમત પણ ઘટી જાય છે. દેશમાં આ સમયે લગ્નની સિઝન ચાલી રહી છે. જો તમારા ઘરમાં લગ્ન છે અને તમે ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે.દેશમાં એક કિલો ચાંદીની કિંમત 96,500 રૂપિયા છે. વર્ષ 2024માં એક કિલો ચાંદીની કિંમત 1,00,000 રૂપિયાને પાર કરી ગઈ હતી.

ચાંદીના ભાવ હજુ તેના જૂના શિખરે પાછા નથી આવ્યા. ગયા વર્ષે બજેટ 23 જુલાઈ 2024ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ પહેલા સોનું 82,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. સરકારે બજેટમાં સોના પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કર્યા બાદ સોનાની કિંમતમાં રૂ. 6,500નો ઘટાડો થયો છે. એક સમયે 10 ગ્રામ સોનાની કિંમત 76,000 રૂપિયાની આસપાસ આવતી હતી. જોકે લગભગ છ મહિના પછી સોનાની કિંમત તેના જૂના શિખર તરફ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા છ મહિનાના સોનાના વળતર પર નજર કરીએ તો તે લગભગ શૂન્યની બરાબર છે.