વેપાર@દેશ: નવા વર્ષના પહેલા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદી પણ ઘટી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવા વર્ષના પહેલા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 1 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹135,030 પ્રતિ 10 ગ્રામ થયો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ $4,308.30 પ્રતિ ઔંસ છે. સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળો દેશની અંદર સોના અને ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે. ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ...દિલ્હીમાં 1 જાન્યુઆરીના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે.
આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,35,030 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,23,790 રૂપિયા પર છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,23,640 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,34,880 રૂપિયા છે.આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,23,690 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,34,930 પર પહોંચી ગયો છે.ચાંદી 1 જાન્યુઆરીની સવારે પણ ઘટી હતી. ભાવ ઘટીને ₹238,900 પ્રતિ કિલોગ્રામ થયો. વિદેશી બજારોમાં હાજર ભાવ $71.67 પ્રતિ ઔંસ થયો. વાર્ષિક ધોરણે, ચાંદીએ સોના કરતાં લગભગ 164 ટકાનો વધારો નોંધાયો છે.

