વેપાર@દેશ: આજે ફરી સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો, ચાંદી પણ તૂટી, જાણો આજના લેટેસ્ટ ભાવ

 
ગોલ્ડ
ચાંદીમાં 1,174 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોનાના ભાવમાં જબરદસ્ત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે ગુરુવારે ફરીથી સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘરેલુ વાયદા બજાર પર આજે સોનું હળવી તેજી સાથે ખુલ્યું. પરંતુ પછી તેમાં કડાકો જોવા મળ્યો. ગઈ કાલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું લગભગ 40 ડોલર ગગડીને 3400ની નીચે તો ચાંદી પણ 2 ટકા તૂટીને 33 ડોલરની નીચે ગગડી હતી.કાલે રાતે ઘરેલુ બજારમાં સોનું 450 રૂપિયા ગગડીને 97,100 ની નીચે તો ચાંદી 1100 રૂપિયા તૂટીને 95,700 નજીક બંધ થઈ હતી.

આજે 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 1,402 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 96,024 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે સાંજે 97,426 પર ક્લોઝ થયો હતો. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં 1,174 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 94,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે જ્યારે કાલે સાંજે ભાવ 95,774 પર ક્લોઝ થયો હતો.આજે સવારે MCX પર ટ્રેડ જોઈએ તો ગોલ્ડ ફ્યૂચર્સ સવારે 10 વાગ્યાની આસપાસ 167 રૂપિયાના ઘટાડા સાથે 96,923 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. કાલે તે 97,090 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે ચાંદી આ દરમિયાન 387 રૂપિયાની તેજી સાથે 96,120 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ચાલી રહી હતી. ચાંદી કાલે 95,733 રૂપિયા પર બંધ થઈ હતી.