વેપાર@દેશ: સોનાના ભાવમાં સતત 2 દિવસથી તેજી, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા બે દિવસથી (3 અને 4 સપ્ટેમ્બર) સોનાની કિંમતોમાં ફરીથી સળંગ ઉછાળો આવ્યો છે.આજે 05 સપ્ટેમ્બર 2026ના રોજ ભારતમાં સરેરાશ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,56,670 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. જ્યારે અમદાવાદ, સુરત, અને વડોદરા સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો રેટ ₹1,56,720 ની સપાટીએ ટ્રેન્ડ કરી રહ્યો છે. જાણો ગુજરાત અને ભારતમાં 22K અને 24K સોનાના લેટેસ્ટ રેટ અને છેલ્લા 10 દિવસનો ટ્રેન્ડ.
ભારતમાં 24 કેરેટ સોનું ₹1,56,670 પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું ₹1,43,610 પ્રતિ 10 ગ્રામ,18 કેરેટ સોનું ₹1,17,500 પ્રતિ 10 ગ્રામ છે.ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સોનાના ભાવમાં સામાન્ય તફાવત જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું ₹1,56,720, 22 કેરેટ સોનું ₹1,43,660 અને 18 કેરેટનો ₹1,17,550 છે.ગ્રાહકોમાં સોનાની શુદ્ધતાને લઈને મૂંઝવણ હોય છે. 24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ માનવામાં આવે છે, જે અત્યંત નરમ હોય છે, તેથી તેમાંથી જટિલ ઘરેણાં બનાવવા મુશ્કેલ હોય છે. બીજી તરફ, 22 કેરેટ સોનામાં આશરે 91 ટકા સોનું હોય છે અને બાકીના ભાગમાં તાંબુ, ચાંદી કે જસત જેવી ધાતુઓ ભેળવવામાં આવે છે. આ મિશ્રણ સોનાને મજબૂતી આપે છે, જેથી તેમાંથી ટકાઉ અને સુંદર આભૂષણો બનાવી શકાય છે. બજારમાં મોટાભાગે 22 કેરેટ સોનાના ઘરેણાંની માંગ વધુ રહે છે.

