વેપાર@દેશ: સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા, ચાંદીમાં પણ મોટો ઉછાળો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ગુરુવારે સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 200 રૂપિયા વધીને 98,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તે જ સમયે, 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ 200 રૂપિયા વધીને 98,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. સોના ઉપરાંત ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો.
ગુરુવારે ચાંદીના ભાવમાં 2,040 રૂપિયાનો જંગી ઉછાળો જોવા મળ્યો અને તે 1,01,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામના જાદુઈ સ્તરને પાર કરી ગયો.બુધવારે પણ દિલ્હીમાં ૯૯.૯ ટકા શુદ્ધ સોનાના ભાવમાં 1910 રૂપિયાનો જંગી વધારો થયો હતો અને તે 98,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. મંગળવારે સોનાનો ભાવ 490 રૂપિયા ઘટીને 96,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. બુધવારે ચાંદીના ભાવ પણ 1,660 રૂપિયા વધીને 99,160 રૂપિયા પ્રતિ કિલો થયા હતા, જ્યારે મંગળવારે તે 97,500 રૂપિયા પ્રતિ કિલો હતા.