વેપાર@દેશ: આજે અખાત્રીજના દિવસે સોનાના ભાવમાં વધારો, ચાંદી પણ 1 લાખને પાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે દેશભરમાં અક્ષય તૃતીયા ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયાના ખાસ પ્રસંગે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. ઘણા ઝવેરીઓ સોનાની ખરીદી પર ઘણી ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. અમે તમને આજે દેશમાં 18K, 22K અને 24K સોનાના ભાવ વિશે જણાવી રહ્યા છીએ. છેલ્લા ઘણા દિવસોથી ક્યારેક સોનાના ભાવમાં ભારે વધારો થયો છે, તો ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરમાં સોનાના ભાવમાં તેજી આવી છે. જેના કારણે ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો હતો. સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો અને પછી ઘટાડો પણ થયો હતો. જોકે, આજે ફરી સોનાના ભાવ માં વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹98,130 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹89,960 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, 18 કેરેટ સોનાનો ભાવ ₹73,610 છે. આ સિવાય ગુજરાતન અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આજે 24 કેરેટ સોનોનો ભાવ 98,030 રુપિયા પર છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,860 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.સોનાની જેમ જ ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. ત્યારે આજે 1 કિલો ચાંદીનો ભાવ 1,00,400 રુપિયા પર પહોચ્યોં છે.