વેપાર@દેશ: સોનાના ભાવ ફરી એકવાર રેકોર્ડ સ્તરની નજીક, જાણો 24 કેરેટનો લેટેસ્ટ ભાવ

 
ગોલ્ડ
પ્રતિ 10 ગ્રામ 160 રૂપિયાનો વધારો થયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગણેશ ચતુર્થીના સતત બીજા દિવસે સોનાના ભાવ વધ્યા છે. ગયા અઠવાડિયે સતત ઘટાડા બાદ, હવે સોનાના ભાવ ફરી એકવાર તેના રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયા છે. આ સમાચાર રોકાણકારો અને ખરીદદારો માટે ખાસ છે, કારણ કે તહેવારોની મોસમ દરમિયાન સોનાની માંગ હંમેશા વધે છે. ભારતમાં આજે વિવિધ કેરેટ સોનાના ભાવમાં વધારો થયો છે. 24 કેરેટ સોનું, જેને લોકો રોકાણ માટે પસંદ કરે છે. તેમાં પ્રતિ 10 ગ્રામ 160 રૂપિયાનો વધારો થયો છે. સામાન્ય રીતે દાગીનામાં વપરાતું 22 કેરેટ સોનું, 150 રૂપિયાનો વધારો થયો છે.

18 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામ 120 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,02,750છે. 22 કેરેટના રૂ. 94,200, 18 કેરેટ રૂ. 77,080 છે. મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કેરળ, પુણેમાં 24 કેરેટ સોનાના રૂ. 1,02,600 છે. 22 કેરેટના રૂ. 94,050 અને 18 કેરેટના રૂ. 76,990 છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો વેપાર ડોલરમાં થાય છે. તેથી રૂપિયામાં નબળાઈ અથવા ડોલરમાં મજબૂતાઈ સીધી કિંમતમાં વધારો કરી શકે છે.ભારતમાં મોટાભાગનું સોનું આયાત કરવામાં આવે છે. કસ્ટમ ડ્યુટી, GST અને સ્થાનિક કર તેની કિંમત નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.