વેપાર@દેશ: સોનાના ભાવમાં ₹3500નો કડાકો, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો આજનો લેટેસ્ટ રેટ

 
ગોલ્ડ
ચાંદી ₹2,49,900 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્કછે.

​​​​​દેશમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે આજે 4 એપ્રિલ 2026 ના રોજ વાયદા બજારમાં સોનાના ભાવમાં આશરે ₹3500 નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે બજારમાં ફરી એકવાર ખરીદીનો માહોલ જામી શકે છે. સ્પોટ માર્કેટમાં કિંમતો હજુ પણ ઉંચી છે પણ આ ઘટાડો બજાર માટે પોઝિટિવ સંકેત માનવામાં આવે છે.

દિલ્હીના સર્રાફા બજારમાં 24 કેરેટ સોનું ₹1,51,090 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. અગાઉના દિવસે આ ભાવ ₹1,51,500 પર સ્થિર હતો. મુંબઈમાં પણ 24 કેરેટ ગોલ્ડ ₹1,50,940 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાની કિંમત ઘટીને 4591.52 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 4 એપ્રિલના રોજ ચાંદી ₹2,49,900 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 69.57 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.

ભારતમાં સોના-ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે. ડોલર સામે રૂપિયાની સ્થિતિ, આયાત શુલ્ક, સ્થાનિક ટેક્સ અને વૈશ્વિક માંગ-પુરવઠાનું સંતુલન કિંમતો પર સીધી અસર કરે છે. લગ્નસરાની સીઝનમાં માંગ વધતા ભાવમાં ઉછાળો આવે છે જ્યારે આંતરરાષ્ટ્રીય અસ્થિરતા સમયે રોકાણકારો સોના તરફ વળે છે.