વેપાર@દેશ: એક જ દિવસમાં સોનાના ભાવમાં રૂ.12,000નો તોતિંગ ઘટાડો, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષની સીધી અસર સોનાના ભાવ પર જોવા મળી છે. એક જ દિવસમાં સોનાના ભાવમાં મોટુ ગાબડું પડ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડેટા મુજબ, 24 કેરેટ સોનું એક સમયે રૂ.12,077 ગગડીને રૂ.1.35 લાખ સુધી પહોંચી ગયું હતું, જોકે દિવસના અંતે તે રૂ.1.40 લાખ પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થયું હતું.બજારના નિષ્ણાતો માને છે કે સોનાએ તેનું સર્વોચ્ચ શિખર સર કર્યા બાદ હવે મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે. 29 જાન્યુઆરી 2026ના રોજ સોનું રૂ.1.76 લાખની ઓલ-ટાઇમ હાઈ સપાટીએ હતું, જેની સરખામણીએ અત્યારે તે રૂ.36,000 કરતા પણ વધુ સસ્તું મળી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ ગોલ્ડમાં પણ 2.47% નો ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે આ માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી પણ એક ગ્લોબલ ટ્રેન્ડ છે. સોનાના ભાવમાં આવેલા આ ઘટાડાને કારણે દેશના વિવિધ શહેરોમાં ભાવમાં મોટો તફાવત જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,39,700 છે, જ્યારે ઘરેણાં બનાવવા માટે વપરાતા 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,27,700 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.મુંબઈ ના બજારમાં 24 કેરેટ શુદ્ધ સોનું રૂ.1,39,800 ના સ્તરે છે અને 22 કેરેટનો ભાવ રૂ.1,27,800 રહ્યો છે.રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં થોડો ઉછાળો જોવા મળ્યો છે. જ્યાં 24 કેરેટ રૂ.1,40,000 અને 22 કેરેટ રૂ.1,28,000 પર ટ્રેડ કરી રહ્યું છે.ચેન્નાઈમાં દક્ષિણ ભારતના બજાર મુજબ 24 કેરેટનો ભાવ રૂ.1,40,500 અને 22 કેરેટનો ભાવ રૂ.1,28,500 છે.બેંગ્લોરમાં 24 કેરેટ સોનું રૂ.1,40,200 અને 22 કેરેટ રૂ.1,28,200 ના ભાવે વેચાઈ રહ્યું છે.

