વેપાર@દેશ: સોનાના ભાવમાં કડાકો, ચાંદી ઓલ ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ

 
ગોલ્ડ
ગ્રાહકોને મોટી રાહત મળી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચાંદીના ભાવમાં ઘટાડાનો સતત ચાલુ છે. અઠવાડિયાના બીજા દિવસે એટલે કે મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ.2300થી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા બાદ ચાંદી હવે તેના ઓલ-ટાઇમ હાઈ લેવલથી અંદાજે રૂ.1.89 લાખ જેટલી સસ્તી થઈ ગઈ છે. સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

MCX પર 5 મેની એક્સપાયરી વાળી ચાંદી મંગળવારે રૂ.2,50,210 પ્રતિ કિલો પર ખૂલી હતી. અગાઉના બંધ ભાવ રૂ.2,52,545ની સરખામણીએ તેમાં રૂ.2335નો ઘટાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનામાં ચાંદી રૂ.4,39,337ના ઐતિહાસિક શિખર પર પહોંચી હતી, જેની સરખામણીએ અત્યારે ચાંદી રૂ.1,89,127 જેટલી સસ્તી મળી રહી છે.ચાંદીની જેમ સોનું પણ સતત ઘટી રહ્યું છે, જોકે ચાંદીની સરખામણીએ સોનામાં ઘટાડો થોડો ઓછો છે.

સોનું મંગળવારે રૂ.1,53,594 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું, જે અગાઉના બંધ ભાવ કરતા રૂ.349 સસ્તું થયું છે. સોનું પણ જાન્યુઆરીમાં તેના રેકોર્ડ હાઈ રૂ.2,02,984 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું, જે હવે તેના ઉચ્ચ સ્તરથી રૂ.49,390 જેટલું સસ્તું થઈ ગયું છે.ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન મુજબ, ઘરેલું બજારમાં સોનું અત્યારે રૂ.1.50 લાખ અને ચાંદી રૂ.2.50 લાખ પ્રતિ કિલોની આસપાસ છે.