વેપાર@દેશ: આજે સોનાના ભાવ સ્થિર રહ્યા, જાણો 10 ગ્રામ સોનાની કિંમત

 
ગોલ્ડ
ચાંદી પ્રતિ 1 કિલો 1,00,800 રુપિયા પર ટ્રેડ થઈ રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

2 દિવસથી સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાય રહ્યો છે ત્યારે આજે સોનાના ભાવ સ્થિર રહ્યા છે. 26 એપ્રિલ 2025ના રોજ આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામના 98,330 રુપિયા છે તમને જણાવી દઈએ કે ગઈકાલે 98,330 રુપિયા ભાવ હતો. આથી આજે ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે 22 કેરેટ સોનાનાની કિંમત આજે 90,190 રુપિયા પર જ સ્થિર છે.આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત , રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે પ્રતિ 10 ગ્રામ 24 કેરેટનો ભાવ 98,280 રુપિયા છે.

ગુજરાતમાં પણ સોનાનો ભાવ સ્થિર રહ્યા છે. આથી 22 કેરેટ સોનું 90,090 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર તણાવ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી તેમાં ઉછાળો જોવા મળી શકે છે. જોકે હાલ ઘટતા ભાવએ સોનું ખરીદનારાઓ માટે થોડી રાહતના સમાચાર લાવ્યું છે. ત્યારે ભાવ હજુ ઘટે તેની આશા પણ ખરીદદારો લગાવી રહ્યા છે. આજે 26 એપ્રિલે ચાંદીના ભાવમાં પણ કોઈ જ વધારો કે ઘટાડો થયો નથી. આજે ચાંદી પ્રતિ 1 કિલો 1,00,800 રુપિયા પર ટ્રેડ થઈ રહી છે.લગ્નની સિઝનમાં સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને વટાવી ગયો છે. આ કારણે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે. મધ્યમ વર્ગના લોકો માટે ઘરેણાં ખરીદવા મુશ્કેલ બન્યા છે.