વેપાર@દેશ: GSTમાં સુધારા વચ્ચે આજે ફરી સોનાના ભાવમાં ધરખમ વધારો, ચાંદી પણ થઈ ગઈ મોંઘી

 
ગોલ્ડ
સોનાના ભાવમાં 1000 રુપિયાનો વધારો નોંધાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે બુલિયન માર્કેટ ખુલતા સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે. દિલ્હીમાં 4 સપ્ટેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં આજે ફરી ધરખમ વધારો થયો છે અને આ સાથે આજે સોનાનો ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે.આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,07,130 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 98,210 રૂપિયા પર છે. આ સાથે આજે ફરી સોનાના ભાવમાં 1000 રુપિયાનો વધારો નોંધાયો છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,060 રૂપિયા છે,

જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,06,980 રૂપિયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ.98,110 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,07,030 રૂપિયા છે. આ સાથે અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં ફરી મોટો વધારો નોંધાયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,26,900 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. જ્યારે આજે ચાંદીનો ભાવ 1,27,100 પર ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે. તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવમાં વધારો-ઘટાડો રહી શકે છે.