વેપાર@દેશ: સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો, જાણો લેટેસ્ટ રેટ
શુદ્ધ સોનાના ભાવમાં 848 રૂપિયાનો કડાકો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના ચાંદીના ભાવ રેકોર્ડ બનાવી રહ્યા છે. વેડિંગ સીઝનમાં સોનાના ભાવ આકાશે આંબી રહ્યા છે. આ બધા વચ્ચે ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો. અમેરિકાથી એક એવા સમાચાર આવ્યા કે સોના અને ચાંદીના ભાવ તૂટ્યા. અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય પહેલા રોકાણકારોના સતર્ક વલણને પગલે મંગળવારે સોના અને ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે. આજે 999 પ્યોરિટીવાળા શુદ્ધ સોનાના ભાવમાં 848 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે.
જીએસટી વગરના 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ 127409 રૂપિયા થઈ ગયો છે. જે લાસ્ટ સેશનમાં 128257 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે દાગીના માટેના જીએસટી વગરના 22 કેરેટ સોનાનો ભાવ આજે 776 રૂપિયા તૂટીને પ્રતિ 10 ગ્રામ 116707 રૂપિયા પર પહોંચ્યો છે. જે લાસ્ટ સેશનમાં 117483 રૂપિયા પર ક્લોઝ થયો હતો. આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 2034 રૂપિયાનો કડાકો નોંધાયો છે અને ભાવ 177054 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. જે લાસ્ટ સેશનમાં 179088 રૂપિયા પર બંધ થયો હતો.

