વેપાર@દેશ: સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો, ચાંદી 260000ની નજીક પહોંચી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર બુલિયન માર્કેટમાં આજે મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. રોકાણકારોની ખરીદીને પગલે ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે, જ્યારે સોનામાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.MCX પર ચાંદીના વાયદાના ભાવમાં આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અગાઉના ટ્રેડિંગ સત્રમાં 06 માર્ચ 2026 વાયદાની ચાંદીનો ભાવ ₹2,58,811 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી ₹2,57,599 પર ખુલી હતી. આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ચાંદીનો ભાવ ₹546ના વધારા સાથે ₹2,59,357 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. દિવસ દરમિયાન ચાંદીએ ₹2,59,692ની ઊંચી સપાટી બનાવી હતી.
સોનાના ભાવમાં આજે નરમાઈ જોવા મળી રહી છે. MCX પર 06 ફેબ્રુઆરી 2026 વાયદાના સોનાનો ભાવ અગાઉના દિવસે ₹1,39,083 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.આજે સોનું ₹1,39,140 પર ખુલ્યું હતું.આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી સોનાનો ભાવ ₹178ના ઘટાડા સાથે ₹1,38,905 પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન સોનાએ ₹1,38,642ની નીચલી સપાટી પણ બનાવી હતી.

