વેપાર@દેશ: સોનું ફરી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું, જાણો આજના 24 કેરેટ સોનાનો ભાવ

 
ગોલ્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોનાના ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થવાની આગાહી કરવામાં આવી છે. તો ચાંદી પણ મોંઘી થઇ રહી છે. છેલ્લા એક વર્ષમાં સોના ચાંદીના ભાવ 33 ટકા વધ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા સોનામાં તેજી યથાવત રહેવાની અપેક્ષા છે. સ્થાનિક બજારમાં સોનું રેકોર્ડ હાઇ થયું છે જ્યારે ચાદીના ભાવ નજીવા ઘટ્યા છે. સોનાના ભાવ સતત ઓલટાઇમ હાઇ સપાટીએ બનાવી રહ્યા છે. આજે અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં સોનું 500 રૂપિયા મોંઘુ થયું છે.

આ સાથે 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાના ભાવ 94000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. અગાઉના દિવસે સોનું 93500 રૂપિયા હતું. તો 22 કેરેટ સોનાનો ભાવ 93700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. સોનાના ભાવ સતત ઓલટાઇમ હાઇ સપાટીએ બનાવી રહ્યા છે. આજે અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં સોનું 500 રૂપિયા મોંઘુ થયું છે. આ સાથે 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાના ભાવ 94000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. અગાઉના દિવસે સોનું 93500 રૂપિયા હતું. તો 22 કેરેટ સોનાનો ભાવ 93700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.સોનું રેકોર્ડ હાઇ થયું છે જ્યારે આજે ચાંદી સસ્તી થઇ હતી.

અમદાવાદના ઝવેરી બજારમાં આજે ચાંદી 500 રૂપિયા સસ્તી થઇ હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 99500 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ છે. તમને જણાવી દઇયે કે, 28 માર્ચ, 2025ના રોજ ચાંદીની કિંમત 1,01,000 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી.સોનામાં તેજી ચાલુ રહેવાની અપેક્ષા છે. બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડના સિનિયર ફંડ મેનેજર ગુરવિંદર સિંહ વાસન કહે છે કે, છેલ્લા 15 મહિનામાં સોનામાં આકર્ષક તેજી પાછળના કારણો વિશે વિચારવા મજબૂર કરે છે.