વેપાર@દેશ: સોનું પહોંચ્યું નવી ઊંચાઈએ, ચાંદીના ભાવ સ્થિર, જાણો આજનો લેટેસ્ટ રેટ
Jul 21, 2026, 18:51 IST
સોનું રૂ.1,46,135ની સપાટીએ પહોંચ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 21 જુલાઈના રોજ બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. આજે ભારતીય બજારમાં સોનાના દરમાં 0.33% નો વધારો નોંધાયો છે.આ ભાવ વધારા સાથે 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.480 મોંઘું થઈને રૂ.1,46,135 ની સપાટીએ પહોંચી ગયું છે. તેવી જ રીતે, 22 કેરેટ સોનાના ભાવમાં પણ આશરે રૂ. 440 નો વધારો થયો છે અને તે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,33,960 પર કારોબાર કરી રહ્યું છે.
ચાંદીના ભાવમાં આજે કોઈ ફેરફાર થયો નથી અને તે પ્રતિ કિલો રૂ. 2,36,900 પર યથાવત છે.દેશભરમાં આજે ચાંદીના દરોમાં સમાનતા જોવા મળી છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, સુરત, બેંગલુરુ, લખનૌ, જયપુર, પટના સહિતના દેશના તમામ પ્રમુખ શહેરોમાં ચાંદીનો ભાવ રૂ.2,36,900 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે.

