વેપાર@દેશ: આજે દિવાળીના દિવસે સોનામાં જબરદસ્ત તેજી, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ
ચાંદીના વાયદા બજારમાં ઘટાડો જોવા મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સમગ્ર દેશ આજે દિવાળીના મહાપર્વની ઉજવણી કરી રહ્યો છે. આ શુભ અવસર પર સોના અને ચાંદીની ખરીદીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ધનતેરસની જેમ જ, દિવાળીના દિવસે પણ શુભ મુહૂર્તમાં કીમતી ધાતુઓ ખરીદવાનો ધસારો જોવા મળે છે. આજના દિવસે સોનાના ભાવમાં આવેલી તેજીએ રોકાણકારો અને ખરીદદારો બંનેનું ધ્યાન ખેંચ્યું છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે સોનાના વાયદા બજારમાં પ્રારંભિક ઘટાડા બાદ જબરદસ્ત તેજી નોંધાઈ છે. ડિસેમ્બરની એક્સપાયરીવાળું ગોલ્ડ ફ્યુચર આજે 1,27,817 (10 ગ્રામ) પર ખૂલ્યું હતું. ગઈ બંધ કિંમત 1,27,008ની સરખામણીએ આજે સવારે 10 વાગ્યા સુધીમાં સોનું લગભગ 1,28,050 પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે લગભગ 1000ની તેજી દર્શાવે છે. દિવસ દરમિયાન સોનાએ 1,28,556ના ઉચ્ચતમ સ્તરને પણ સ્પર્શ કર્યો હતો. ચાંદીના વાયદા બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. 5 ડિસેમ્બરની એક્સપાયરીવાળી ચાંદી 1,59,875 પર ખૂલી હતી અને હાલમાં તે ઘટીને 1,56,751 પર ટ્રેડ થઈ રહી છે.