વેપાર@દેશ: આજે સોનાની ચમક વધી, જાણો 22 અને 24 કેરેટ સોનાની કિંમત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ 19 સપ્ટેમ્બરે સોનાની ચમક વધુ તેજ થઇ છે. રોજબરોજ સોનાના ભાવમાં ફેરફાર આવે છે. ક્યારેક સોનુ મોંઘુ તો ક્યારેક સસ્તુ થાય છે. સોનાના ભાવ એક લાખને તો પાર જ છે. સોનાના ભાવમાં 421 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. પ્રતિ 10 ગ્રામ સોનું 1,09,473 રૂપિયા પહોંચ્યુ છે. આ સાથે જ એમસીએક્સ પર ચાંદી 1644 રૂપિયાનો વધારો આવ્યો છે. જેની સાથે 1 કિલો ચાંદીની કિંમત 1,28,755 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી તે હવે 1,30,284 પર પહોંચી છે.
આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે, સોનાના ભાવ તેમના ટોચના સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે ડોલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઇલની ગતિવિધિઓ સોનાના ભાવમાં થતી વધઘટ પર સીધી અસર કરે છે. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં તાજેતરના ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં સોનું મોંઘુ થયું છે. દરમિયાન, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે સોનાની આંતરરાષ્ટ્રીય માંગમાં વધારો થયો છે.