વેપાર@દેશ: વૈશ્વિક કટોકટી વચ્ચે સોનું આકાશે આંબ્યું, ચાંદીના ભાવમાં પણ વધારો, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઘટનાઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા સમીકરણોની અસર કિંમતી ધાતુઓના ભાવ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ખાસ કરીને, અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઘટાડો અને શાંતિ કરારની આશા વધવાને કારણે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી છે.
આજે અમદાવાદમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ₹1,46,160 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,59,440 પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹૨૮૪.૯૦ અને પ્રતિ કિલોગ્રામ ₹2,84,900 છે. રાજકોટમાં પણ સોનાના ભાવમાં પ્રતિ તોલા ₹300 સુધીનો વધારો જોવા મળ્યો છે. સુરતમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ₹1,46,160 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,59,440 પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. વડોદરામાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ₹1,46,160 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,59,440 પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીના ભાવ યથાવત રહ્યા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાની આશા વધવાને કારણે વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં ચમકારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ $100 ની નીચે જતાં પણ સોના-ચાંદીના ભાવોમાં તેજી આવી છે. ચાંદીના ભાવમાં 1.5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

