વેપાર@દેશ: સોનામાં તોફાની તેજી, 2700 રૂ.ના ઉછાળા સાથે ચાંદી ઓલટાઈમ હાઈ લેવલ પર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના-ચાંદીના ભાવોમાં ફરી એકવાર તોફાની તેજી જોવા મળી રહી છે. બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ લ્ પર કારોબાર શરૂ થતાની સાથે જ ચાંદીનો ભાવ નવો શિખર સર કરીને લાઇફ ટાઇમ હાઇ પર પહોંચી ગયો હતો. MCX પર કારોબારની શરૂઆતમાં ચાંદીનો ભાવ તેના અગાઉના બંધ ભાવ ₹1,88,064 પ્રતિ કિલોગ્રામની તુલનામાં વધીને ₹1,88,959 પર ખૂલ્યો હતો. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ તે ₹2,735 ના વધારા સાથે ₹1,90,799 ની નવી ઊંચાઈ પર પહોંચી ગયો હતો.
ચાંદીનો ભાવ હવે ₹2 લાખના આંકડાની ખૂબ નજીક પહોંચી ગયો છે. માત્ર આ સપ્તાહના બે કારોબારી દિવસોમાં જ ચાંદીના ભાવમાં લગભગ ₹10,000 પ્રતિ કિલોગ્રામનો ઉછાળો જોવા મળ્યો છે.સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી છે, જોકે તે હજી પણ તેની સર્વકાલીન ઊંચી સપાટીથી ઘણું સસ્તું મળી રહ્યું છે. આજે 5 ફેબ્રુઆરીની એક્સપાયરીવાળા સોનાનો વાયદા ભાવ ₹1,30,502 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. જોકે, તેની ઊંચી સપાટી ₹1,34,024 હતી, જેનાથી સોનું હજી પણ ₹3,522 પ્રતિ 10 ગ્રામ સસ્તું છે.

