વેપાર@દેશ: આજે કેટલો ઘટ્યો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ, જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 21 ઓગસ્ટના રોજ બજાર ખુલતા જ સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. તે સાથે હવે ચાંદીના ભાવ પણ ઘટવા લાગ્યા છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,00,290 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 91,940 રૂપિયા પર છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,790 રૂપિયા છે,
જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,140 રૂપિયા છે.આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 91,840 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,190 રૂપિયા છે.દેશના મોટા રાજ્યોમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,14,900 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. યુએસ ફેડરલ રિઝર્વ તેની સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો ફરી શરૂ કરશે તેવી અપેક્ષા સાથે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો. શ્રમ બજારમાં નરમાઈના સંકેતોએ વધુ રાહત માટે અવકાશ આપ્યો છે. તે જ સમયે, યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના તાજેતરના અહેવાલે ટેરિફને કારણે ફુગાવાની ચિંતાઓને હળવી કરી છે.

