વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, જાણો આજે રવિવારે સોના-ચાંદીના ભાવ શું?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રવિવાર, 8 ફેબ્રુઆરીએ ઘરેલુ સરાફા બજારમાં સોના-ચાંદીના દરોમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. જોકે, ગઈકાલે શનિવારે ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. આજે સાપ્તાહિક રજા હોવાના કારણે ઘરેલુ વાયદા બજાર MCX પર ટ્રેડિંગ બંધ છે.આજે ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 15,660 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 14,355 રૂપિયા છે. તે ઉપરાંત 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 11,745 રૂપિયા છે.
ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 15,660 રૂપિયા છે, જ્યારે પ્રતિ 10 ગ્રામ માટે તેનો ભાવ 1,56,600 રૂપિયા છે.ગ્લોબલ અનિશ્ચિતતા વચ્ચે શોર્ટ કવરિંગ અને નવી હેજિંગ ડિમાન્ડના કારણે MCX ગોલ્ડ એપ્રિલ વાયદો 2%થી વધુ વધીને 1,55,374 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો. જ્યારે MCX સિલ્વર માર્ચ વાયદો લગભગ 3% વધીને 2,50,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.જ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે.

