વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ
એક દિવસમાં સોનાના ભાવમાં 1040 રૂપિયાનો ઉછાળો નોંધાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે 24 જુલાઈના રોજ સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ જેવા મુખ્ય શહેરોમાં આજે સોનું 1040 રૂપિયા મોંઘુ થઈને રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે તો સાથે ચાંદીના ભાવમાં પણ 1000 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. આજે ભારતીય બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,02,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જે ગઈકાલે 23 જુલાઈના રોજ 1,01,300 રૂપિયા હતો. એટલે કે એક દિવસમાં સોનાના ભાવમાં 1040 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. 22 કેરેટ સોનું હવે 93,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે 18 કેરેટનો ભાવ 76,760 રૂપિયા થઈ ગયો છે. 

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. 23 જુલાઈએ ચાંદીનો ભાવ જે 1,18,100 પ્રતિ કિલો હતો તે આજે 1,19,100 રૂપિયા થઇ ગયો છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, આગ્રા અને ગાઝિયાબાદ જેવા શહેરોમાં ચાંદી 1,19,100 પ્રતિ કિલો છે. જ્યારે ચેન્નાઈ અને હૈદરાબાદમાં તે 1,29,100 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. સોના કરતાં ચાંદીના ભાવ વધુ અસ્થિર રહ્યા છે. ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે પણ થાય છે, જેના કારણે તેની કિંમતોમાં વધઘટ થાય છે. જે લોકો વધુ જોખમ લેવા તૈયાર છે તેમના માટે ચાંદી એક સારો વિકલ્પ બની શકે છે.