વેપાર@દેશ: સોનામાં ભારે ઉથલપાથલ, ચાંદીના ભાવમાં પણ જોરદાર કડાકો, જાણો આજનો રેટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 4 નવેમ્બર 2025ના રોજ બજાર ખુલતા જ સોનું પછડાયું છે. જ્યારે ચાંદીમાં પણ જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં શુદ્ધ સોનાના ભાવમાં 1197 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. કાલે બજાર ખુલ્યું ત્યારે ભાવ 121113 રૂપિયા હતો. જ્યારે આજે 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ જીએસટી વગર 119916 રૂપિયા છે. કાલે સોનાનો ભાવ ઘટાડા સાથે 120777 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
ચાંદીમાં પણ જોરદાર કડાકો જોવા મળ્યો છે. કાલે બજાર ખુલ્યુ ત્યારે ભાવ 149660 રૂપિયા હતો જ્યારે આજે 3860 રૂપિયા ઘટીને ભાવ 145800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. કાલે સાંજે ચાંદી 149300 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. વાયદા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં નરમ વલણ જોવા મળ્યું છે. MCX પર સવારે 10.36 કલાકે ડિસેમ્બર ડિલિવરીના કરાર માટે પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવ ગત સત્રની સરખામણીમાં 0.72 ટકાના ઘટાડા સાથે 1,20,540 રૂપિયા જોવા મળ્યો. MCX ની ઓફિશિયલ વેબસાઈટ મુજબ આ સમય દરમિયાન ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદીનો ભાવ પણ ગત સત્રની સરખામણીમાં 0.72 ટકા તૂટીને 1,46,700 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચ્યો હતો.

