વેપાર@દેશ: ધનતેરસ પહેલા સોના ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો, જાણો આજનો ભાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે બુધવારે સોનાના ભાવમાં નવો રેકોર્ડ સ્તર 1.27 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ જોવા મળ્યો. આ ઉછાળો આંતરરાષ્ટ્રીય બજારોમાં તેજી અને અમેરિકા-ચીન વચ્ચે વધતી ટ્રેડ વોર વચ્ચે આવ્યો છે. આ સાથે જ રોકાણકારોને આશા છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ આવનારા મહિનાઓમાં વ્યાજ દર ઘટાડી શકે છે. વાયદા બજારમાં ભાવ સવારે એમસીએક્સ પર સોનું 0.52% વધારીને 1,26,915 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો, જ્યારે છેલ્લો બંધ ભાવ 1,26,256 હતો.દિવસમાં સોનાએ 1,27,500 પ્રતિ 10 ગ્રામનો નવો ઉચ્ચ સ્તર સ્પર્શી લીધો.
જ્યારે ચાંદીનો ભાવ 0.18% વધીને 1,59,800 પ્રતિ કિલો પર ખુલ્યો અને 1,61,418 સુધી પહોંચ્યો. સવારે 9:10 વાગે MCX પર સોનું 579 રૂપિયા એટલે કે 0.46% વધીને 1,26,835 પ્રતિ 10 ગ્રામ પર હતો, જ્યારે ચાંદી 829 (0.52%) વધીને 1,60,333 પ્રતિ કિલો પર જોવા મળી હતી.ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન મુજબ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ આજે 640 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 126792 રૂપિયા પર પહોંચ્યો છે. જે કાલે સાંજે 126152 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીના ભાવ 1633 રૂપિયા ઘટીને 176467 રૂપિયા પર પહોંચી ગયો છે, જે અગાઉ લાસ્ટ સેશનમાં 178100 પર ક્લોઝ થયો હતો.