વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી, જાણો આજના ભાવ

 
વેપાર
સોનાનો ભાવ આજે વધીને 1,36,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના ચાંદીના ભાવ તેમના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. 23મી ડિસેમ્બર 2025ના રોજ MCX પર ફેબ્રુઆરી વાયદા સોનું પ્રતિ 10 ગ્રામ 1,35,224 રૂપિયા અને માર્ચ વાયદા ચાંદી 2,13,412 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું. આ ઉપરાંત સ્પોટ ગોલ્ડ 4,400 ડૉલર પ્રતિ ઔંસના ઐતિહાસિક સ્તરે પહોંચ્યું અને ચાંદી 69.23 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. સોના અને ચાંદીના ભાવમાં વધારા પાછળનું કારણ ફેડ રેટ ઘટાડાની વધતી અપેક્ષાઓ તેમજ વધતો ભૂ-રાજકીય તણાવ છે.

24 કેરેટ સોનાનો ભાવ આજે વધીને 1,36,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે ગઈકાલે 1,34,170 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. 22 કેરેટ સોનાનો ભાવ વધીને 1,24,810 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે, અને 18 કેરેટ સોનાનો ભાવ વધીને 1,02,120 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે. ભારતમાં આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ વધીને 2,19,100 રૂપિયા થયો છે.દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,36,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ 1,24,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,36,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ 1,24,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 18 કેરેટ સોનાનો ભાવ 1,02,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.ચેન્નાઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,37,140 રૂપિયા 10 ગ્રામ છે, 22 કેરેટ સોનાનો ભાવ 1,37,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, અને 18 કેરેટ સોનાનો ભાવ 1,04,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.કોલકાતામાં, 24 કેરેટ સોનાનો ભાવ 1,36,160 રૂપિયા પ્રતિ દસ ગ્રામ, 22 કેરેટ સોનાનો ભાવ 1,24,810 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ 1,02,120 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો.મુંબઈ અને કોલકાતામાં આજે ચાંદીનો ભાવ 2,19,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે ચેન્નાઈમાં ભાવ 2,31,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે.