વેપાર@દેશ: સોનામાં તીવ્ર કડાકો, ચાંદીમાં રૂ.17000નું ગાબડું, જાણો આજના ભાવ

 
ગોલ્ડ
નેટવર્કમાં સંડોવાયેલા લોકો અંગે તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે  સોના-ચાંદીના ભાવમાં ઘટાડો ઝડપથી આગળ વધ્યો હતો. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં તૂટતી બજારે વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતિ બજારમાં દેખાઈ હતી.  વિશ્વ બજારમાં સોનાના ભાવ ગબડી ઔંસના 5000 ડોલરની અંદર ઉતરી એક તબક્કે 4900ની સપાટી પણ તોડી ગયાના સમાચાર મળતાં દેશના ઝવેરી બજારોમાં આજે ગભરાટ જોવા મળ્યો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં  આજે સોનાના ભાવ 10 ગ્રામના રૂ.2000 તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.15 હજાર ગબડયા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના 5062 વાળા તૂટી નીચામાં ભાવ 4885 ડોલર થઈ 4966થી 4967 ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસના 82.78થી ગબડી નીચામાં ભાવ 74.01 ડોલર સુધી ઉતરી 77.69થી 77.70 ડોલર રહ્યા હતા.સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યું હતું. ક્રૂડતેલ ઘટતાં તેના પર નેગેટીવ ઈમ્પેક્ટ દેખાઈ હતી. દરમિયાન, અમદાવાદ ચાંદી ગબડી રૂ.2લાખ 50 હજાર બોલાઈ હતી જ્યારે અમદાવાદ સોનાના ભાવ તૂટી 995ના રૂ.158200 તથા 999ના રૂ.158500 બોલાતા થયા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.2500થી 3000 તૂટયા હતાજ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે રૂ.16થી 17 હજાર તૂટયા હતા.