વેપાર@દેશ: ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ
સર્વોચ્ચ સપાટીથી ચાંદી ₹1.51 લાખ સસ્તી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે.ચાંદીના ભાવની વાત કરીએ તો, છેલ્લા એક અઠવાડિયામાં તેમાં ધરખમ ઘટાડો થયો છે. 27 ફેબ્રુઆરીએ ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹2,82,644 હતો, જે શુક્રવાર સુધીમાં ઘટીને ₹2,68,569 પર આવી ગયો છે. એક અઠવાડિયામાં જ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹14,075 નો ઘટાડો જોવા મળ્યો છે.ઐતિહાસિક રેકોર્ડ સાથે સરખામણી કરીએ તો ચાંદી અત્યારે ઘણી સસ્તી મળી રહી છે. 29 જાન્યુઆરીએ ચાંદી ₹4,20,048 ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી. અત્યારના ભાવ મુજબ, ચાંદી તેના સર્વોચ્ચ સ્તરથી ₹1,51,479 જેટલી સસ્તી મળી રહી છે.

સોનાના ભાવમાં પણ ગત સપ્તાહ દરમિયાન નરમાઈ જોવા મળી છે. 27 ફેબ્રુઆરીએ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,62,104 પર હતું, જે વીતેલા શુક્રવારે ₹1,61,675 પર બંધ થયું હતું. અઠવાડિયાના અંતે સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹429 નો મામૂલી ઘટાડો નોંધાયો છે.સોનું પણ તેના હાઈ લેવલથી અત્યારે ગ્રાહકોને રાહત આપી રહ્યું છે. 29 જાન્યુઆરીએ સોનું ₹1,93,096 ની ટોચે પહોંચ્યું હતું. હાલના બજાર ભાવ પ્રમાણે 24 કેરેટ સોનું તેના ઓલ ટાઈમ હાઈ લેવલથી ₹31,421 જેટલું નીચે ટ્રેડ કરી રહ્યું છે.યુદ્ધ જેવી ગંભીર સ્થિતિમાં પણ કિંમતી ધાતુઓના ભાવ ઘટવા પાછળ નિષ્ણાતો 'પ્રોફિટ બુકિંગ' ને મુખ્ય કારણ માની રહ્યા છે.