વેપાર@દેશ: ચાંદીમાં એક જ દિવસમાં ₹14,600થી વધુનો કડાકો, જાણો આજના ભાવ

 
વેપાર
સોનાના ભાવમાં પણ શરૂઆતમાં ₹2,675 નો મોટો ઘટાડો નોંધાયો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના ચાંદીના બજારમાં વધઘટનો સિલસિલો યથાવત છે. ફેબ્રુઆરી 2026ના પ્રથમ સપ્તાહમાં જ રોકાણકારોએ ભાવમાં ભારે વલોણું જોયું છે. 6 ફેબ્રુઆરી 2026 ના રોજ બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, જ્યારે સોનાના ભાવ પણ એક તબક્કે નીચે ઉતરીને ફરી રિકવર થયા છે.   વૈશ્વિક બજારોમાં નબળા સંકેતો અને નફાખોરીને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે ફરી એકવાર ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.

ચાંદીના ભાવમાં પ્રારંભિક સત્રમાં જ અંદાજે 5% નો તોતિંગ ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ સોનાના ભાવમાં પણ શરૂઆતમાં ₹2,675 નો મોટો ઘટાડો નોંધાયો હતો, નીચલા સ્તરેથી ખરીદી આવતા સોનામાં આંશિક રિકવરી જોવા મળી છે.ચાંદીના જૂના બંધ ભાવની વાત કરીએ તો એમસીએક્સ પર ₹2,43,815 પર પહોંચી ગયો હતો. જ્યારે આજે નવો ભાવ ખુલતાની સાથે ₹2,34,063 ને સ્પર્શ્યો હતો. થોડીક જ વારમાં આ કડાકો વધીને 229187 પર પહોંચી ગયો હતો. જેના પગલે આજનો ચાંદીનો કુલ કડાકો 5 ટકા જેટલો થઇ ગયો હતો. જે 14628 જેટલો થાય છે. સોનું 152071ના જૂના બંધ ભાવથી આજે કડાકા સાથે જ 149396 પર ખુલ્યું હતું. જેના લીધે આજે સોનામાં 2675 નો કડાકો બોલાઈ ગયો હતો. જેના બાદ સોનામાં રિકવરી આવતા તે 150700 પર ટ્રેડ થઇ રહ્યો હતો અને કડાકો ઘટીને 1371 પર આવી ગયો હતો.