વેપાર@દેશ: ચાંદીના ભાવે ₹3 લાખનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો, સોનામાં પણ જોરદાર ઉછાળો

 
ગોલ્ડ
સોનામાં પણ આજે મજબૂત તેજી જોવા મળી રહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય વાયદા બજારમાં ચાંદીના ભાવે પ્રથમ વખત પ્રતિ કિલોગ્રામ ₹3 લાખનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. સોનામાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો અને ભાવ તેની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયા. વૈશ્વિક બજારોમાં મજબૂત સંકેતો અને રોકાણકારોની ભારે ખરીદીને કારણે આ તેજી જોવા મળી છે. MCX પર 5 માર્ચ, 2026 ના વાયદામાં ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી. 

આજે બજાર ખુલતા સમયે ચાંદી ₹2,93,100 પર ખુલી હતી.ખુલતાની સાથે જ બજારમાં આવેલી તોફાની તેજીને કારણે ચાંદીએ ₹3,01,315 ની ઓલ-ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. ચાંદીમાં એક જ દિવસમાં ₹10,400નો જંગી વધારો નોંધાયો છે અને ભાવ ₹2,98,162 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીની સાથે સાથે સોનામાં પણ આજે મજબૂત તેજી જોવા મળી રહી છે. MCX પર 5 ફેબ્રુઆરી, 2026 ના વાયદામાં સોનું પણ ઉછળ્યું છે. આજે સોનું ₹1,43,321 ના ભાવે ખુલ્યું હતું. દિવસ દરમિયાન સોનાએ ₹1,45,500 ની ઊંચી સપાટીને સ્પર્શ કર્યો હતો. હાલમાં સોનું ₹1,937ના વધારા સાથે ₹1,44,454 પર કારોબાર કરી રહ્યું છે. આજે કિંમતી ધાતુઓમાં જોરદાર તેજીનો માહોલ છે, જેમાં ચાંદીના ઐતિહાસિક ઉછાળાએ રોકાણકારોનું ધ્યાન ખાસ ખેંચ્યું છે.