વેપાર@દેશ: ચાંદીના ભાવમાં એકઝાટકે 6000 રૂપિયાનો ઘટાડો, સોનું પણ ગગડ્યું, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીનો ભાવ ખુલતાની સાથે જ પ્રતિ કિલોએ રૂ. 6,000 થી વધુ ઘટી ગયો છે. આ ઘટાડા બાદ ચાંદી હવે તેના ઓલટાઈમ હાઈ લેવલથી રેકોર્ડબ્રેક સસ્તી મળી રહી છે.
MCX પર 5 મેની એક્સપાયરી વાળી ચાંદીના ભાવમાં ગુરુવારે કડાકો બોલાયો છે. બુધવારે ચાંદી પ્રતિ કિલો રૂ. 2,48,364 પર બંધ થઈ હતી, જે ગુરુવારે સવારે ખુલતાની સાથે જ ઘટીને રૂ. 2,42,220 પર આવી ગઈ હતી. ચાંદીના ભાવમાં સીધો રૂ. 6,144નો ઘટાડો નોંધાયો છે.ચાંદીની સાથે પીળી ધાતુ સોનાના ભાવમાં પણ પીછેહઠ જોવા મળી છે. 5 જૂનની એક્સપાયરી વાળું સોનું તેના અગાઉના બંધ ભાવ રૂ. 1,52,657ની સરખામણીએ ઘટીને રૂ. 1,51,719 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. એટલે કે સોનામાં પ્રતિ 10 ગ્રામ (24 કેરેટ) રૂ. 938નો ઘટાડો થયો છે.
જાન્યુઆરીમાં ચાંદી રૂ. 4,39,337 પ્રતિ કિલોના લેવલે પહોંચી હતી. આજના ઘટાડા બાદ તે હાઈ લેવલથી રૂ. 1,97,117 સસ્તી થઈ છે. સોનાએ જાન્યુઆરીમાં રૂ. 2,02,984 પ્રતિ 10 ગ્રામનો ઐતિહાસિક આંકડો સ્પર્શ્યો હતો. હવે તે હાઈ લેવલથી રૂ. 51,265 સસ્તું મળી રહ્યું છે.

