વેપાર@દેશ: ચાંદીના ભાવ સાતમાં આસમાને પહોંચ્યા, જાણો આજના સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના-ચાંદી બજારમાં આજે ચાંદીનો ભાવ સાતમાં આસમાને પહોંચ્યો છે. 500 રૂપિયા વધતા કિલો ચાંદીનો ભાવ 1,05,500 રૂપિયાની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયો હતો. ચાલુ વર્ષે ચાંદીના ભાવમાં 15,000 રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ સોમવારે સોનામાં 500 રૂપિયા ઘટીને સોનું તેની ઓલટાઇમ હાઇ સપાટીથી સરકીને 1,02,500 રૂપિયા પ્રતિ 10ગ્રામ થયું હતું.સોનામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 22,400 રૂપિયા ભાવ વધી ગયો છે.
સોના-ચાંદીના ભાવ હાલ સર્વોત્તમ સપાટીને પાર કરવા મથી રહ્યા છે. બંને કિંમતી ઘાતુઓમાં જાણે હોડ જામી હોય તેમ ભાવ કૂદકેને ભૂસકે ઉત્તરોત્તર વધી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનું 14 ડોલર ઘટીને 3,419 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 9 સેંન્ટ વધીને 36.42 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.MCX માર્કેટમાં સોનામાં ઓગષ્ટ માસનો વાયદો 443 રૂપિયા ઘટીને 99,833 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.
MCX ચાંદીમાં જુલાઇ માસનો વાયદો 404 રૂપિયા વધીને 1,06,897રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ સોનું 19.20 ડોલર ઘટીને 3,433.60 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે કોમેક્સ ચાંદી 1.95 સેંન્ટ ઘટીને 36.550 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વકરી જતા સોના-ચાંદીના ભાવમાં હજુ વધારો થઇ શકે છે.