વેપાર@દેશ: મોટા ઘટાડા બાદ ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજી, સોનાના ભાવમાં પણ મજબૂતી

 
Gold
આજે સોનું ₹1,36,999 પર ખુલ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના-ચાંદીના બજારમાં ભારે ઉથલપાથલ બાદ આજે શાનદાર રિકવરી જોવા મળી રહી છે. અગાઉના ટ્રેડિંગ સત્રમાં આવેલા મોટા કડાકા બાદ નીચલા સ્તરેથી રોકાણકારોની ખરીદી નીકળતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો છે. અગાઉના સત્રમાં મોટા ઘટાડા બાદ ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજી જોવા મળી છે.

અગાઉના ટ્રેડિંગ સત્રમાં ચાંદીનો ભાવ ₹2,35,873 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી ₹2,39,041 પર ખુલી હતી. દિવસ દરમિયાન ચાંદીનો ભાવ ₹2,41,195ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ચાંદીનો ભાવ ₹5,278ના શાનદાર ઉછાળા સાથે ₹2,41,151 પર ટ્રેડ કરી રહ્યો હતો.

ચાંદીની જેમ સોનાના ભાવમાં પણ નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી છે. સોનાના 05 ફેબ્રુઆરી 2026 વાયદાનો ભાવ અગાઉના દિવસે ₹1,35,804 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આજે સોનું ₹1,36,999 પર ખુલ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સોનું ₹1,36,999ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી સોનાનો ભાવ ₹932ના વધારા સાથે ₹1,36,736 પર જોવા મળ્યો હતો.