વેપાર@દેશ: ચાંદીમાં એકઝાટકે ₹8290નો ઉછાળો, સોનામાં પણ જબરદસ્ત તેજી, જાણો આજના ભાવ

 
વેપાર
સોનાના ભાવમાં ₹1,633નો જંગી વધારો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ સાથે જોરદાર તેજી જોવા મળી છે. સોનાના ભાવમાં આજે ₹1,633નો જંગી વધારો નોંધાયો છે. અગાઉના ₹1,56,803.00ના બંધ ભાવની સામે આજે બજાર ₹1,58,436.00 પર ખૂલ્યું હતું જે તેનું આજનું હાઇ લેવલ રહ્યું છે. જ્યારે ટ્રેડિંગ દરમિયાન સોનું ₹1,57,808.00ની નીચલી સપાટી સુધી ગયું હતું. હાલમાં 1,58,000ની આસપાસ જ સોનું ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે બીજી બાજુ ચાંદીના ભાવમાં સોના કરતાં પણ વધુ તેજી જોવા મળી છે.

ચાંદીમાં આજે ₹8,290નો ઉછાળો આવ્યો છે. ચાંદી અગાઉના ₹2,52,548ના બંધ ભાવની સામે આજે ₹2,57,938.00ના ભાવે ખુલી હતી. જોતજોતામાં ચાંદી વધીને ₹2,60,838.00ની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા ભૌગોલિક તણાવ અને વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની વધતી માંગને કારણે કિંમતોમાં આટલો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ડૉલરના મૂલ્યમાં ફેરફાર અને ભારતીય ગોલ્ડ ETFમાં વધતાં રોકાણના પ્રવાહે પણ બજારને તેજી તરફ ધકેલ્યું છે.