વેપાર@દેશ: સોનાના ભાવમાં અચાનક મોટું ગાબડું, 28,000 રૂપિયાનો પ્રચંડ કડાકો, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ
ચાંદીમાં પણ ઉતાર-ચઢાવ ચાલુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આંતરરાષ્ટ્રીય બજારમાં થઈ રહેલી હલચલને કારણે ભારતીય બજારમાં સોનું તેના ઉચ્ચ સ્તરથી ઘણું સસ્તું થયું છે. 29 જાન્યુઆરી ના રોજ સોનું 1,76,000 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ સપાટી પર હતું. અત્યાર સુધીમાં તેમાં 28,903 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. દિલ્હીના બજારમાં આજે સોનાની કિંમતમાં 650 રૂપિયા એટલે કે 0.42% નો ઘટાડો જોવા મળ્યો છે.

અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,48,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.સુરતમાં સોનાની કિંમત 1,48,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહી છે. મુંબઈમાં ખરીદદારોને સોનું 1,48,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે મળી રહ્યું છે.દિલ્હીમાં સોનાનો લેટેસ્ટ ભાવ 1,49,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી નીચે આવ્યો છે. રાજકોટમાં પણ સોનાનો ભાવ 1,48,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે.વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત 1,48,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી છે.આજે ચાંદીનો ભાવ 2,54,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.