વેપાર@દેશ: પુષ્ય નક્ષત્રના દિવસે જ અચાનક સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ

ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે પુષ્ય નક્ષત્રના દિવસે જ અચાનક સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. ચાંદી 90,471 રૂપિયા/કિલોગ્રામ પર ટ્રેન્ડ થયું. ગઇકાલ બુધવારે ચાંદીનો ભાવ 500 રૂપિયાના ઘટાડા સાથે 93,000 રૂપિયા/કિલો પહોંચ્યો હતો. સોનાની કિંમતમાં આજે તેજી વર્તાઇ રહી છે.

દેશ અને વિદેશમાં સોનાના ભાવમાં તેજી નોંધાઈ છે. દેશમાં પણ સોનાના ભાવમાં વધારો થયો છે. MCX એક્સ્ચેન્જ પર 5 ડિસેમ્બરે ડિલીવર થવાનું છે તે સોનાના ભાવમાં 0.22% વધારો થઈને એની કિંમત 166 રૂપિયા વધીને 76,000 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ થતું જોવા મળ્યું, તો આની પહેલા ભારતની રાજધાનીના માર્કેટમાં બુધવારે 99.9% શુદ્ધ સોનાના ભાવમાં 150 રૂપિયાનો ઘટાડો થઈને 77,900 પ્રતિ 10ગ્રામ પર અટક્યું હતું.

એક્સપર્ટનું માનવું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે વણસી રહેલી પરિસ્થિતિને પગલે સોનાના ભાવમાં તેજી દેખાઈ રહી છે. સોના સાથે ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ રહી છે. ચાંદીના ભાવમાં 382 રૂપિયાના વધારા સાથે તેનો ભાવ 90,471 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચ્યો હતો. સોના અને ચાંદીની કિંમતમાં વૈશ્વિક સ્તરે પણ તેજી દેખાઈ છે.