વેપાર@દેશ: આજે ચાંદી એક ઝાટકે રૂ.2800 સસ્તી, થઈ, તો સોનું રૂ.1300 તૂટ્યું, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું હતું. ગત સપ્તાહે ચાંદી રૂ.2,32,495 પર બંધ થઈ હતી, જે આજે ઘટીને રૂ.2,29,651 પર ખૂલી હતી. આમ, ચાંદી એક જ દિવસમાં રૂ.2,844 પ્રતિ કિલો સસ્તી થઈ છે. ચાંદી તેના ઓલ-ટાઇમ હાઈ લેવલથી હવે લગભગ ₹2.09 લાખ જેટલી સસ્તી મળી રહી છે.
10 ગ્રામ સોનાનો ભાવ પણ ₹1,382 જેટલો ઘટી ગયો છે. ગત સપ્તાહે સોનું ₹1,49,680 પર બંધ રહ્યું હતું, જે આજે ઘટીને ₹1,48,298 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. સોનું તેના ઉચ્ચતમ સ્તરથી અત્યારે ₹54,686 જેટલું સસ્તું થયું છે. વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલર વધુ મજબૂત બની રહ્યો છે, જેની સીધી અસર સોનાના ભાવ પર પડે છે. અનિશ્ચિતતાના માહોલમાં રોકાણકારો સોનામાં રોકાણ કરવાને બદલે હાથમાં રોકડ રાખવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
કાચા તેલના ભાવ $110 ને પાર કરી જતાં મોંઘવારીનો ભય વધ્યો છે. જેના દબાણ હેઠળ કિંમતી ધાતુઓ દબાયેલી છે. આજે સોમવારે સવારે 10:00 વાગ્યાની આસપાસ, સોનાનો વાયદો ₹1,49,400 ની આસપાસ અને ચાંદીનો વાયદો ₹2,31,935 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. બજારમાં અત્યારે પણ વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.

