વેપાર@દેશ: આજે 10 ગ્રામ સોનાનો ભાવ 1,23,230 પહોંચ્યો, ચાંદીમાં પણ વધારો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોનાની કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. રોકાણકારો અને સામાન્ય લોકો હંમેશા સોનાને સુરક્ષિત રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ માને છે. મોંઘવારી અને આર્થિક અસ્થિરતાના સમયમાં, લોકો પોતાની મૂડીને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે.દિવાળી નજીક આવી રહી છે ત્યારે ખરીદી કે રોકાણ કરતા પહેલા સોનાની વર્તમાન કિંમત જાણવી અત્યંત જરૂરી છે.બજારમાં માંગ અને પુરવઠાના આધારે સોનાની કિંમત વધતી કે ઘટતી રહે છે. જો તમે આજે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો, તો આજનો બજારનો ટ્રેન્ડ સમજવો મહત્ત્વપૂર્ણ છે.
આજે 1 ગ્રામ સોનાની કિંમત રુ.12,332, 22 કેરેટનો ભાવ રુ.11,305 અને 18 કેરેટનો ભાવ રુ.9,253 છે. 22 કેરેટ સોનું રુ.90,440 અને 18 કેરેટ સોનું રુ.74,024માં મળી રહ્યું છે. 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ રુ.1,23,320 છે, 22 કેરેટ સોનું રુ.1,13,050 અને 18 કેરેટ સોનું રુ.92,530ના ભાવે વેચાઈ રહ્યું છે. 100 ગ્રામ સોનાનો ભાવ 24 કેરેટનો ભાવ રુ.12,33,200, 22 કેરેટનો ભાવ રુ.11,30,500 અને 18 કેરેટનો ભાવ રુ.9,25,300 છે.
આજે ચાંદી પ્રતિ ગ્રામ રુ.157 અને પ્રતિ કિલોગ્રામ રુ.1,57,000 છે.મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.12,317, 22 કેરેટનો ભાવ રુ.11,290 અને 18 કેરેટનો ભાવ રુ.9,238 પ્રતિ ગ્રામ નોંધાયો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.12,322, 22 કેરેટ સોનાનો ભાવ રુ.11,295 અને 18 કેરેટ સોનાનો ભાવ રુ.9,243 છે. કોલકાતામાં 24 કેરેટ સોનાની કિંમત રુ.12,317, 22 કેરેટની રુ.11,290 અને 18 કેરેટની રુ.9,238 પ્રતિ ગ્રામ છે. પૂણેમાં આજે 24 કેરેટ સોનું રુ.12,317, 22 કેરેટ સોનું રુ.11,290 અને 18 કેરેટ સોનું રુ.9,238 પ્રતિ ગ્રામના ભાવે મળી રહ્યું છે. બેંગ્લોરમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ રુ.12,317, 22 કેરેટનો ભાવ રુ.11,290 અને 18 કેરેટનો ભાવ રુ.9,238 પ્રતિ ગ્રામ છે.