વેપાર@દેશ: આજે 24 કેરેટ સોનાનો ભાવ 1 લાખને પાર પહોંચ્યો, ચાંદીના ભાવ સ્થિર

 
ગોલ્ડ
ચાંદીનો ભાવ 1,14,900 રુપિયા પ્રતિ કિલો પર છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે 15 જુલાઈએ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવ સ્થિર છે. આજે 24 કેરેટ સોનાના ભાવ 1 લાખને પાર પહોંચી ગયા છે.આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,00,040 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 91,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,560 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,890 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 91,610 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,940 રૂપિયા છે.જ્યારે ચાંદીના ભાવમાં આજે સ્થિર રહ્યા છે. આજે 15 જુલાઈ મંગળવારના રોજ ચાંદીનો ભાવ 1,14,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે પણ ચાંદીનો ભાવ 1,14,900 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ, આયાત જકાત અને કર, રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર, માંગ અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થાય છે.