વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી, જાણો આજનો લેટેસ્ટ ભાવ

 
ગોલ્ડ રેટ
ચાંદીમાં 276 રૂપિયાનો વધારો નોંધાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોનાના ભાવમાં આજે જબરદસ્ત તેજી જોવા મળી છે. સોનાના ભાવ રૂ.109057 પર પહોંચી ગયા છે. જે અગાઉના ક્લોઝિંગ કરતા 539 રૂપિયા એટલે કે 0.5% ઉપર છે. અત્યાર સુધીનું હાઈ સ્તર રૂ.109500ની નજીક પહોંચી ગયું છે. ચાંદીની વાત કરીએ તો તેના ભાવ આજે રૂ.125999 જોવા મળ્યા. જે 428 રૂપિયા એટલે કે 0.34%ની તેજી સાથે વધ્યા છે. ચાંદીનું ગત ક્લોઝિંગ સ્તર રૂ.125571 હતું.

24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1106 રૂપિયા ઉછળીને 109143 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે જે કાલે 108037 પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 276 રૂપિયાનો વધારો નોંધાયો છે અને ભાવ 124689 પર પહોંચ્યો છે જે કાલે 124413 રૂપિયા પર ક્લોઝ થયો હતો. વૈશ્વિક બજારમાં પણ સોનાએ નવો રેકોર્ડ તોડ્યો છે. સોમવારે સોનું પહેલીવાર $3,600 પ્રતિ ઔંસ પાર પહોંચી ગયું. જેનું મુખ્ય કારણ અમેરિકામાં નબળા લેબર ડેટા રહ્યા. જેને ફેડરલ રિઝર્વ દ્વારા આગામી અઠવાડિયે રેપો રેટમાં કાપની આશા અંગે વધુ મજબૂત કર્યા. આ કારણે સ્પોટ ગોલ્ડ 1.2 ટકા વધીને $3,632.51 પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. જ્યારે બુલિયને નવું હાઈ $3,646.29 પણ સ્પર્શી લીધુ.