વેપાર@દેશ: ચાંદીમાં જબરદસ્ત તેજી, સોનાના ભાવમાં પણ ઉછાળો, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ભારતીય બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી હાંસલ કરી છે. એક જ દિવસમાં આવેલા ઉછાળાને કારણે ચાંદીનો ભાવ ₹2,05,000ને પાર કરી ગયો છે, જેનાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીના વાયદા ભાવમાં ₹7,590નો જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો, જે લગભગ 3.84%નો વધારો દર્શાવે છે.
આ ઐતિહાસિક તેજી સાથે, માર્ચ 2026ના વાયદાનો ભાવ ₹2,05,345 પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી ગયો હતો. બજાર નિષ્ણાતો આ ઉછાળાને અભૂતપૂર્વ ગણાવી રહ્યા છે, જેણે ટૂંકા ગાળામાં રોકાણકારોને મોટો નફો અપાવ્યો છે. ચાંદીની સાથે-સાથે સોનામાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો. સોનાના ફેબ્રુઆરી 2026ના વાયદાના ભાવમાં ₹241નો વધારો નોંધાયો હતો, જેની સાથે સોનાનો ભાવ ₹1,34,650 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. સોનાનો ઉછાળો ચાંદીની સરખામણીમાં ઓછો હતો.

