વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો, સોનું ₹1.60 લાખની નીચે, ચાંદીમાં ₹5800નો ઘટાડો

 
ગોલ્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સતત વધી રહેલા સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે, તો બીજી તરફ શેરબજારમાં પણ ભારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. કોમોડિટી માર્કેટમાં ગુરુવારે ચાંદીના ભાવમાં તેજીને બ્રેક લાગી છે. MCX પર ચાંદી તેના પાછલા બંધ ભાવ 2,78,364ની સરખામણીએ સીધી ઘટીને 2,72,560 પર ખૂલી હતી.

1 કિલો ચાંદીના ભાવમાં એકઝટકે 5,804નો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે 29 જાન્યુઆરીના ઓલ-ટાઈમ હાઈ લેવલ 4,20,048થી સરખામણી કરીએ તો ચાંદી અત્યારે અંદાજે 1,47,488 જેટલી સસ્તી મળી રહી છે. ચાંદીની પાછળ સોનાના ભાવમાં પણ નરમી જોવા મળી છે. MCX પર 2 એપ્રિલની એક્સપાયરીવાળું સોનું બુધવારે 1,61,145 પર બંધ થયું હતું, જે આજે ઘટીને 1,60,516 પર ઓપન થયું હતું. એટલે કે પ્રતિ 10 ગ્રામ સોનામાં 629નો ઘટાડો થયો છે. સોનું પણ તેના હાઈ લેવલ 1,93,096થી અત્યાર સુધીમાં 32,580 જેટલું તૂટી ચૂક્યું છે.