વેપાર@દેશ: સોનાના ભાવમા ભારે ઘટાડો, ચાંદીમાં પણ જોવા મળી ઉથલપાથલ! જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આભૂષણ વેચનારાઓ તરફથી નબળી માંગને પગલે અઠવાડિયાના છેલ્લા કારોબારી સત્રમાં શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે સોનું ભારે કડાકા સાથે ખુલ્યું અને પછી ઘટાડા સાથે જ બંધ થયું. જ્યારે ચાંદીમાં પણ એ જ મંદીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ સોનામાં છેલ્લા છ કારોબારી સત્રોથી ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી ગયો છે.
999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું ઓપનિંગ રેટમાં ભારે કડાકા સાથે જોવા મળ્યું હતું. સોનાના ઓપનિંગ રેટ 706 રૂપિયા તૂટીને 73,273 રૂપિયાની સપાટીએ જોવા મળ્યા. જે સાંજ પડતા ક્લોઝિંગ રેટમાં પણ ઘટાડા સાથે જ બંધ થયા. સાંજે સોનું 33 રૂપિયાના ઘટાડા સાથે 73,240 રૂપિયાની સપાટીએ બંધ થયું હતું. એ જ રીતે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ પણ ઓપનિંગ રેટમાં 647 રૂપિયા તૂટીને 67,118 રૂપિયાના સ્તરે પહોંચ્યું હતું જે ક્લોઝિંગ રેટમાં 30 રૂપિયા તૂટીને 67,088 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું હતું.ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી. અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે ઓપનિંગ રેટમાં ચાંદીમાં 2,255 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો અને ભાવ 89,300 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો. જ્યારે સાંજે ક્લોઝિંગ રેટમાં બીજા 317 રૂપિયા ઘટ્યા અને ભાવ 88,983 રૂપિયાના સ્તરે પહોંચેલો જોવા મળ્યો.