વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, ચાંદી રૂ.91,000ની ઉપર પહોંચી

 
ગોલ્ડ

ચાંદી 94,900 રૂપિયા પ્રતિ કિલો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજના ટ્રેડીંગ દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો થયો અને ચાંદી ના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે.આ ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે એટલે કે, મંગળવારે સોનું 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 77,280 રૂપિયા થયું છે. જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે સોમવારે સોનાનો ભાવ 160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 77,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

આજે ચાંદી 100 રૂપિયા ઘટીને 94,900 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ પહેલા સોમવારે પણ ચાંદી 100 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ હતી અને 94,900 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી. મંગળવારે 24 કેરેટ સોનું 77,280 રૂપિયા, 22 કેરેટ રૂપિયા 70,840 ,18 કેરેટ રૂપિયા 57,960 પ્રતિ 10 ગ્રામ બંધ થયું છે. જણાવી દઈએ કે MCX અને આંતરરાષ્ટ્રીય બજાર અને સોનાના બજાર દરો ચાંદી કર વગરની છે, તેથી દેશભરના બજારોમાં તેના દરમાં તફાવત છે.