વેપાર@દેશ: સોનામાં તેજીનો માહોલ, જાણો કેટલે પહોંચ્યા સોનાના ભાવ

 
ગોલ્ડ

ચાંદી આજે 842 રૂપિયા વધીને 88,857 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચોમાસાની સિઝનમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થતો જોવા મળે છે. મંગળવારે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે પણ સોનાના ભાવમાં વધારો ચાલુ છે.આજે ભારતીય વાયદા બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ શરાફી બજારમાં પણ સોનું ચડેલું જોવા મળ્યું છે.વાયદા બજારમાં આજે સોનું 211 રૂપિયાની આજુબાજુ ચડીને 71,765 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.કાલે તે 71,554 પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 641 રૂપિયા ચડીને 88,523 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી.

મંગળવારે તે 87,882 પર ક્લોઝ થઈ હતી.999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 291 રૂપિયા ઉછળીને 71,983 રૂપિયાની સપાટીએ પહોંચ્યું. કાલે 71,692 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 266 રૂપિયા વધીને 65,936 રૂપિયાની સપાટી પર પહોંચ્યું જે કાલે 65,670 રૂપિયાની સપાટી પર બંધ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે 842 રૂપિયા વધીને 88,857 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે. ગઈ કાલે ક્લોઝિંગ રેટમાં 88,015 રૂપિયાના સ્તરે જોવા મળી હતી.