વેપાર@દેશ: સોના-ચાંદીમાં કડાકો, સેન્સક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ? જાણો

 
ગોલ્ડ
સોનામાં 1121 રૂપિયા ઘટાડો નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે ચાંદીમાં કુલ 3269 રૂપિયાનો કડાકો બોલાયો હતો. જ્યારે સોનામાં 1121 રૂપિયા ઘટાડો નોંધાયો હતો. બંને કિંમતી ધાતુઓ હાલમાં સાઇડ વેમાં આગળ વધી રહી છે. સોનું હાલમાં 160000ની સપાટીથી નીચે છે. જ્યારે ચાંદી 270000ની આસપાસ ટ્રેડ થઈ રહી છે.

આજે શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાઈ ગયો હતો. આજે સેન્સેક્સમાં 671 પોઇન્ટનો કુલ કડાકો બોલાયો હતો. સેન્સેક્સનું જૂનું ક્લૉઝિંગ 75200.85 હતું જે આજે 74529.41 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટીનું જૂનું ક્લૉઝિંગ 23618.00 હતું જે આજે 23397.30ના લેવલ સુધી તૂટ્યો હતો. આજે નિફ્ટીમાં કુલ 221 પોઇન્ટ જેટલો કડાકો બોલાયો હતો. જોકે સમાચાર લખવા સુધીમાં બંનેમાં રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ હાલમાં 74972 તો નિફ્ટી હાલમાં 23556ના લેવલે ટ્રેડ થઈ રહ્યા છે.