વેપાર@દેશ: ચૂંટણી પરિણામ પહેલાં સોનું થયું સસ્તું, ચાંદીમાં થયો વધારો, જાણો આજનો ભાવ

 
સોનુ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એક સપ્તાહના સૌથી નીચા સ્તરે આવી ગયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોનું 1 અઠવાડિયામાં લગભગ ₹3,000 જેટલું સસ્તું થયું; આજે ચાંદીમાં વધારો. દુનિયાભરમાં સૌથી કિમતી ધાતુ સોનાને માનવામાં આવે છે. તેથી દેશ કોઈપણ હોય પણ તેની આર્થિક સ્ટ્રેન્થ સોનાથી જ નક્કી કરવામાં આવે છે. જોકે, હાલ સોનું ખરીદનારા લોકો માટે એક મોટો ગુડ ન્યૂઝ આવ્યાં છે. છેલ્લાં એક સપ્તાહથી સોનાનો ભાવ સતત નીચે જઈ રહ્યો છે. જેને કારણે સોનાની ખરીદી કરવા માંગતા લોકો માટે આ સારી તક છે. સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. જેને લાભ રિટેલ ગ્રાહકોને સીધો મળી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એક સપ્તાહના સૌથી નીચા સ્તરે આવી ગયું છે.

ભારતીય વાયદા બજારમાં સોનું રૂ.200 જેટલું ઘટ્યું હતું. સવારે 10 વાગ્યાની આસપાસ તે રૂ. 100થી વધુના ઘટાડા સાથે રૂ.71,466ના સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યો હતો. ગુરુવારે તે 71,577 પર બંધ રહ્યો હતો. જો આપણે આ સમગ્ર સપ્તાહના ઘટાડાને જોઈએ તો, એમસીએક્સ પર સોનું 74,300ના રેકોર્ડ હાઈથી રૂ. 2800થી વધુ ઘટ્યું છે. જોકે આજે ચાંદીમાં તેજી જોવા મળી હતી. ચાંદી રૂ.400થી વધુ રૂ.90,888ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. છેલ્લા વેપારમાં તે 90,437 પર બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારોમાં ગુરુવારે સોનું એક સપ્તાહના સૌથી નીચા સ્તરે આવી ગયું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં યુએસ સ્પોટ ગોલ્ડમાં 14 ટકાનો વધારો થયો છે અને તે $2,449.89ની વિક્રમી ટોચે પહોંચ્યો છે. ગુરુવારે સ્પોટ ગોલ્ડમાં 2.1 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને $2,328.61 પ્રતિ ઔંસ થઈ ગયો હતો.ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 1,050 ઘટીને રૂ. 73,550 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 74,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ સાથે ચાંદીનો ભાવ પણ રૂ. 2,500 ઘટીને રૂ. 92,600 પ્રતિ કિલો બંધ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 95,100 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.