વેપાર@દેશ: સોનું આજે 75,000ની પાર પહોચ્યું, જાણો 22 કેરેટ સોનાનો ભાવ

 
Gold
22 કેરેટ સોનાની કિંમત લગભગ 68,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સપ્તાહના બીજા દિવસે સોમવારના દિવસે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. 17 સપ્ટેમ્બર 2024ના દેશમાં 24 કેરેટ સોનાના રેટ 75,000 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. સોનાએ ઘણા સમય બાદ 75,000 રૂપિયાના લેવલને પાર કર્યા છે. આજે સોનું બુલિયન માર્કેટમાં 300 રૂપિયા સુધી મોંઘુ થયુ છે. ચાંદીના રેટ 93,100 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે.ચાંદી કાલના મુકાબલે આજે 2,000 રૂપિયા સુધી મોંઘી થઈ છે.

દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા રાજ્યોમાં સોના-ચાંદીના આજના ભાવ. 17 સપ્ટેમ્બર 2024 ના દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત લગભગ 68,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત લગભગ 75,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત લગભગ 68,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત લગભગ 75,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 68,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત લગભગ 75,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.